ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતી 2022 – નાવિક અને યાંત્રિક ની પોસ્ટ માટે ભરતી
ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતી 2022:ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિક ની 300 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.ધોરણ 10 અને 12 પાસ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ 08 સપ્ટેમ્બર અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2022 છે.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતી 2022
સંસ્થાનું નામ | ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ |
પોસ્ટનું નામ | નાવિક અને યાંત્રિક |
કુલ જગ્યાઓ | 300 |
એપ્લિકેશન પ્રોસેસ | ઓનલાઈન |
જોબ લોકેશન | ઓલ ઇન્ડિયા |
ફોર્મની છેલ્લી તારીખ | 22 સપ્ટેમ્બર 2022 |
ઓફિશિયલ વેબસાઈટ | joinindiancoastguard.gov.in |
ઇન્ડિયન કોસ્ટગાર્ડ વેકન્સી 2022
ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિક ની 300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે,નીચે આપેલ ટેબલમાં તમે પોસ્ટ વાઇઝ જગ્યાઓ જોઈ શકો છો:
પોસ્ટનું નામ | વેકન્સી |
નાવિક (જનરલ ડ્યુટી) | 225 |
નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ) | 40 |
યાંત્રિક (મિકેનિકલ) | 16 |
યાંત્રિક (ઇલેક્ટ્રિકલ) | 10 |
યાંત્રિક (ઇલેક્ટ્રોનિક્સ) | 09 |
ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતી શૈક્ષણિક લાયકાત
નાવિક (જનરલ ડ્યુટી): ધોરણ 12 ગણિત અને ફિઝિક્સ વિષય સાથે માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.
નાવિક (ડોમેસ્ટિક બ્રાન્ચ): ધોરણ 10 પાસ માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.
યાંત્રિક (મિકેનિકલ,ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ): ધોરણ 10 પાસ તેમજ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ/મિકેનિકલ/ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન (Radio/Power) એન્જિનિયરીંગ નો કોર્ષ માન્ય સંસ્થામાંથી પાસ કરેલો હોવો જોઈએ.
વય મર્યાદા
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર 18 થી 22 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.
નાવિક અને યાંત્રિક:ફોર્મ ભરવા માટે જન્મ તારીખ 01 મેં 2022 થી 30 એપ્રિલ 2005 સુધીની હોવી જોઇએ.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતી એપ્લાય ઓનલાઈન
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.joinindiancoastguard.cdac.in/cepet/ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે.ઓનલાઈન ફોર્મ તારીખ 08 સપ્ટેમ્બર થી 22 સપ્ટેમ્બર 2022 સુધી ભરી શકાશે. ફોર્મ ફક્ત ઓનલાઈન મોડમાં જ સ્વીકારવામાં આવશે.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ નાવિક ભરતી એપ્લિકેશન ફી
જનરલ/ઓબીસી/EWS | રૂપિયા 250/- |
SC/ST | કોઈ ફી નથી |
ફી ફક્ત ડેબિટ કાર્ડ,ક્રેડિટ કાર્ડ અને નેટ બેંકિંગ દ્વારા ઓનલાઈન સ્વરૂપે જ સ્વીકારવામાં આવશે.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતી સિલેક્શન પ્રોસેસ
ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા,બાયોમેટ્રિક રેકોર્ડિંગ,શારીરિક કસોટી,મેડિકલ ટેસ્ટ,ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરીટ લિસ્ટ દ્વારા કરવામાં આવશે.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ નાવિક અને યાંત્રિકનું પગારધોરણ
ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા નાવિક ને બેઝિક પે રૂપિયા 21700/- અને યાંત્રિક ને રૂપિયા 29200/- નું પગાર ધોરણ આપવામાં આવે છે.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતી FAQ
ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિકની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા નાવિક અને યાંત્રિકની 300 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતીમાં મહિલાઓ ફોર્મ ભરી શકશે?
ના,આ ભરતીમાં ફક્ત પુરુષ ઉમેદવાર જ ફોર્મ ભરી શકશે.
ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભરતીની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
ઇન્ડિયન કોસ્ટગાર્ડ નાવિક અને યાંત્રિક ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર 2022 છે.
Post a Comment