-->

આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં @myaadhaar.uidai.gov.in

 આધાર કાર્ડ સુધારો ઘરબેઠા : હવે તમામ લોકો આધાર કાર્ડમાં 5 સુધારા ઓનલાઈન કરી શકશે. આધાર કાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો, આધાર કાર્ડની ભાષા બદલો, આધાર કાર્ડમાં નામ સુધારો, આધાર કાર્ડમાં જન્મ તારીખ બદલો, આધાર કાર્ડમાં જાતિ બદલો. આ 5 સુધારા તમે મોબાઈલ દ્વારા ઘરબેઠા કરી શકશો.


આધાર કાર્ડ સુધારો ઘરબેઠા

આધાર કાર્ડની વિગતો કેવી રીતે અપડેટ કરવી? : સરનામું, નામ, જન્મ તારીખ સાથે તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો? તમે તે કેવી રીતે કરી શકો તે અહીં છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ આધાર (નાણાકીય અને અન્ય સબસિડી, લાભો અને સેવાઓની લક્ષિત ડિલિવરી) અધિનિયમ, 2016 (“આધાર અધિનિયમ 2016”) ની જોગવાઈઓ હેઠળ સરકાર દ્વારા 12 જુલાઈ 2016ના રોજ સ્થપાયેલી વૈધાનિક સત્તા છે. ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (MeitY) મંત્રાલય હેઠળ.

પોસ્ટ નામઆધાર કાર્ડ સુધારો ઘરબેઠા
કેટલા સુધારા થશે5 સુધારા થશે
ઓર્ગેનાઈઝેશનUIDAI
ઉપયોગપ્રૂફ તરીકે માન્ય
સત્તાવાર વેબ સાઈટhttps://uidai.gov.in
https://myaadhaar.uidai.gov.in/
પ્રકારઓનલાઈન

આધાર અધિનિયમ 2016 માં 25.07.2019 થી આધાર અને અન્ય કાયદાઓ (સુધારા) અધિનિયમ, 2019 (2019 ના 14) દ્વારા સુધારો કરવામાં આવ્યો છે.

આધાર કાર્ડમાં ઓનલાઇન સરનામું બદલો

હાલના સમયમાં ગામડાના લોકો શહેરમાં રહેવા જાય અથવા લોકો બીજા સ્થળે જાય આવા સંજોગોમાં તમે આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું સુધારો કરી શકો છો, તમે સરનામું ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે સુધારી શકો છે.

આધાર કાર્ડમાં ઓનલાઇન નામ સુધારો

જયારે આધાર કાર્ડ કઢાવતી વખતે નામમાં ભૂલ રહી ગી હોય તો તમે હવે આધારકાર્ડમાં નામ સુધારો કરો ઓનલાઈન જ તમારા મોબાઈલ વડે જ, ફક્ત નાના સુધારા જ થઇ શકશે.

આધાર કાર્ડમાં ઓનલાઈન જન્મ તારીખ સુધારો

આધાર કાર્ડ કઢાવતી વખતે જો તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો હવે તમે આધારકાર્ડમાં જન્મ તારીખ ઓનલાઈન સુધારો શકો છો મોબાઈલ વડે જ ઘર બેઠા.

આધાર કાર્ડમાં ઓનલાઈન જાતિ સુધારો

 • આધાર કાર્ડ તમારી જાતિમાં ભૂલ હોય તો તમે સુધારી શકો છો. જેમ કે પુરુષ / સ્ત્રી / અન્ય

આધાર કાર્ડમાં ઓનલાઈન ભાષા સુધારો

 • આધાર કાર્ડમાં ભાષા સુધારો

આધાર કાર્ડ સુધારા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આધારકાર્ડમાં સરનામું સુધારવા માટે / આધારકાર્ડ નામ સુધારવા માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી નીચે મુજબ છે.

 • પાસપોર્ટ
 • રેશનકાર્ડ
 • ચૂંટણીકાર્ડ
 • ડ્રાઈવિંગ લાયસન્સ
 • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / સેવા ઓળખ કાર્ડ
 • પેન્શનર કાર્ડ / સ્વતંત્રતા સેનાની કાર્ડ
 • કિસાન પાસબુક
 • રાજ્ય / કેન્દ્ર / PSUs દ્વારા ફોટા સાથે જારી કરાયેલ CGHS / ECHS / ESIC / મેડીકલ ક્લેમ કાર્ડ.
 • વિકલાંગતા ID કાર્ડ
 • વીજ બિલ
 • પાણી બિલ
 • ટેલીફોન લેન્ડલાઈનબિલ
 • પ્રોપર્ટી ટેક્સ રસીદ
 • વીમા પોલીસી
 • અન્ય પ્રૂફ

આધારકાર્ડ જન્મ તારીખ સુધારવા માટે

 • જન્મ પ્રમાણપત્ર
 • પાસપોર્ટ
 • પાનકાર્ડ
 • કોઈપણ સરકારી બોર્ડ અથવા યુનિવર્સીટી દ્વારા જારી કરાયેલ માર્કશીટ
 • DOB ધરાવતા PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / ફોટો ઓળખ કાર્ડ
 • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

આધારકાર્ડ સુધારા માટે ફી

 • આધાર કાર્ડના કોઈ પણ જાતના સુધારા માટે રૂ. 50 ફી ચૂકવવી પડશે.

આધાર કાર્ડ સુધારો ઘરબેઠા ઓનલાઈન કઈ રીતે કરશો?

 • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ : https://myaadhaar.uidai.gov.in
 • Login મેનુ બટન પર ક્લિક કરો.
 • આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોર્ડ નાખો.
 • Send OTP બટન પર ક્લિક કરો.
 • આધાર કાર્ડ સાથે રજીસ્ટ્રેડ થયેલ મોબાઈલ નંબર પર OTP જશે.
 • 6 અંકનો OTP લખો અને Login બટન પર ક્લિક કરો.
 • હવે Update Aadhaar Online વિકલ્પ આપ્યો હશે તેના પર ક્લિક કરો.
 • હવે તમે આધાર કાર્ડમાં 5 સુધારા કરી શકશો તે દેખાડશે.
 • તેમાંથી એક વિકલ્પ પસંદ કરીએ – આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો.
 • ઓપ્શન સિલેક્ટ કર્યા પછી Process to Update Aadhaar બટન પર ક્લિક કરો.
 • તમારે તમારા નવા સરનામાં માટે માહિતી લખવાની રહેશે.
 • પ્રૂફ તરીકે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે જે ઉપર મુજબ કોઈ પણ એક રહેશે.
 • હવે ફોર્મ સબમિટ કરી દયો.
 • ફોર્મ ભર્યા પછી તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે. વેરીફીકેશન પછી આધારકાર્ડમાં સરનામું બદલાશે.
સત્તાવાર વેબ સાઈટhttps://myaadhaar.uidai.gov.in/
આધાર કાર્ડ સુધારો ઘરબેઠાસુધારો અહીંથી કરી શકશો