રોજગાર ભરતી મેળો દિયોદર 2022 – પગાર 15000 થી વધુ,200 થી વધુ જગ્યાઓ
રોજગાર ભરતી મેળો દિયોદર 2022: નિયામકશ્રી રોજગાર અને તાલીમ ની કચેરી ગાંધીનગર દ્વારા ઔદ્યોગિક તાલીમ સંસ્થા,દિયોદર ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.આ ભરતી મેળામાં ટ્રેન્ડ એપ્રેન્ટિસ અને ટ્રેઇની વર્કર ની 200 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.ભરતી મેળામાં ભાગ લેવા માટે ઉમેદવારોએ રૂબરૂ ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) દિયોદર ખાતે તારીખ 17/09/2022 ના બપોરે 12:00 કલાકે હાજર રહેવું પડશે.
રોજગાર ભરતી મેળો દિયોદર 2022
હોન્ડા મોટર સાયકલ અને સ્કૂટર પ્રાઇવેટ લિમિટેડ, વિઠલાપુર ખાતે ધોરણ 10 પાસ અને ITI માં વિવિધ ટ્રેડ પાસ જેવા કે ફિટર,વેલ્ડર, મશીનનીષ્ટ,મોટર મિકેનિક,ડીઝલ મિકેનિક,ટર્નર અને ઇલેક્ટ્રિશિયન ના ટ્રેડમાં 60% થી વધુ હોય તેવા ઉમેદવાર આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
કચેરીનું નામ | નિયામકશ્રી રોજગાર અને તાલીમની કચેરી |
કંપની નું નામ | હોન્ડા મોટર સાયકલ પ્રાઇવેટ લિમિટેડ |
પોસ્ટનું નામ | ટ્રેન્ડ એપ્રેન્ટિસ અને ટ્રેઇની વર્કર |
કુલ જગ્યાઓ | 200 થી વધુ |
નોકરીનું સ્થળ | વિઠલાપુર,બેચરાજી |
ભરતી મેળાની તારીખ | 17/09/2022 |
ભરતી મેળાનું સ્થળ | દિયોદર |
ઓફિશિયલ વેબસાઈટ | anubandham.gujarat.gov.in |
દિયોદર રોજગાર ભરતી મેળો 2022
દેશની ઓટો મોબાઈલ કમ્પની હોન્ડા મોટર સાયકલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પોતાના વિઠલાપુર ખાતે આવેલા પ્લાન્ટમાં યુવા ટ્રેડ એપ્રેન્ટિસ ની ભરતી કરવા માટે ભરતી મેળાનું આયોજન દિયોદર ખાતે કરવામાં આવ્યું છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.
પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
ટ્રેન્ડ એપ્રેન્ટિસ અને ટ્રેઇની વર્કર | 200 થી વધુ |
દિયોદર રોજગાર ભરતી મેળો શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર ધોરણ 10 પાસ 50% અને ITI ના વિવિધ ટ્રેડ જેવા કે ફિટર,વેલ્ડર, મશીનનીષ્ટ,મોટર મિકેનિક,ડીઝલ મિકેનિક,ટર્નર અને ઇલેક્ટ્રિશિયન માં 60% કે તેથી વધુ માર્ક્સ સાથે પાસ કરેલ હોવો જોઈએ.
વય મર્યાદા
ઉમેદવાર ની ઉંમર 18 વર્ષ થી 25 વર્ષની વચ્ચે ની હોવી જોઈએ.તમામ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.
રોજગાર ભરતી મેળો દિયોદર અરજી પક્રિયા
આ ભરતી મેળામાં ભાગ લેવા માંગતા ઉમેદવારોએ Apprentice Portal પર ફરજીયાત રજિસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ.ત્યારબાદ રાજ્ય સરકાર ના Anubandham પોર્ટલ Apply કરી ને ભરતી મેળામાં રૂબરૂ હાજર થવાનું રહેશે.
દિયોદર રોજગાર ભરતી મેળાનું સ્થળ અને સમય
સ્થળ:ઔદ્યોગિક તાલીમ સંસ્થા, દિયોદર, ખીમાણા – ભાભર હાઇવે,મામલતદાર કચેરીની સામે,દિયોદર, જી,બનાસકાંઠા, પીન – 385330
સમય: તારીખ 17/09/2022, સમય બપોરે 12 કલાકે
ભરતી મેળામાં સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ ની યાદી
- ધોરણ 10 ની માર્કશીટ
- ITI ની માર્કશીટ
- આધારકાર્ડ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- બાયોડેટા
- L.C
- કોરોના વેક્સિન સર્ટિફિકેટ (બંને ડોઝનું)
રોજગાર ભરતી મેળો દિયોદર પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી રજિસ્ટ્રેશન અને પર્સનલ ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે. તમામ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો.
દિયોદર રોજગાર ભરતી મેળો પગાર ધોરણ
પસંદગી પામેલ ઉમેદવાર ને સ્ટાઈપેન્ડ રૂપે રૂપિયા 15559/- દર મહિને આપવામાં આવશે તેમજ સસ્તા દરે રહેવાની તેમજ જમવાની સુવિધા અને 2 જોડી યુનિફોર્મ અને સેફટી શૂઝ આપવામાં આવશે.
જાહેરાત વાંચવા | અહીં ક્લિક કરો |
અનુબંધમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા | અહીં ક્લિક કરો |
Apprentice પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવા | અહીં ક્લિક કરો |
દિયોદર રોજગાર ભરતી મેળો FAQ
દિયોદર રોજગાર ભરતી મેળો કઈ તારીખે યોજવામાં આવશે?
દિયોદર રોજગાર ભરતી મેળો 17 સપ્ટેમ્બર ના રોજ યોજવામાં આવશે.
નિયામકશ્રી તાલીમ અને રોજગાર ની કચેરી ક્યાં આવેલી છે?
નિયામકશ્રી તાલીમ અને રોજગાર ની કચેરી ગાંધીનગર માં આવેલી છે.
ગુજરાત તાલીમ રોજગાર ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
anubandham.gujarat.gov.in તાલીમ રોજગાર ની ઓફિશિયલ વેબસાઈટ છે.
Post a Comment