કુંવરબાઈનું મામેરું યોજના 2022 ઓનલાઈન અરજી કરો @esamajkalyan
કુંવરબાઈનું મામેરું યોજના 2022 : કુંવરબાઈનું મામેરું યોજના ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીકતા વિભાગ હેઠળ શરુ છે, જેનો મુખ્ય ઉદ્દેશ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ અને અનુસૂચિત જાતિઓની ગરીબ પરિવારની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી કુંવરબાઈ મામેરું યોજના શરુ કરવામાં આવેલ છે.
કુંવરબાઈનું મામેરું યોજનાનો 2022
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ અને અનુસૂચિત જાતિઓની ગરીબ પરિવારની દિકરીઓના કલ્યાણ માટે અને આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી રૂ. 12,000ની સહાય ગુજરાત સરકાર દ્વારા કન્યાના બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે સહાય કરવામાં આવે છે. (01-04-2021 પહેલા રૂ. 10,000ની સહાય આપવામાં આવતી હતી).
પોસ્ટ નામ | કુંવરબાઈનું મામેરું યોજના 2022 |
પોસ્ટ પ્રકાર | યોજના |
લાભાર્થી | ગુજરાતની દીકરીઓ |
હેઠળ | ગુજરાત સરકાર |
વિભાગ | સામાજિક અને ન્યાય અને અધિકારીકતા વિભાગ |
સત્તાવાર પોર્ટલ | https://esamajkalyan.gujarat.gov.in/ |
લાભ | રૂ. 12,000ની સહાય |
અરજી | ઓનલાઈન |
કુંવરબાઈનું મામેરું યોજના 2022નો લાભ કોને મળશે?
કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટેના માપદંડ અને પાત્રતા નીચે મુજબ છે.
- આ યોજનાનો લાભ ગુજરાતના રાજ્યના મૂળ વતનીઓને જ મળવા પાત્ર છે.
- કુટુંબની બે પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી Kuvarbai Nu Mameru Yojana 2022 હેઠળ લાભ મળવા પાત્ર છે.
કન્યાની ઉંમર લગ્ન સમયે 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષની હોવી જોઈએ. - આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000/- અને શહેરી વિસ્તારમાં 1,50,000/- છે.
- લગ્નના બે વર્ષની અંદર Kuvarbai Nu Mameru Yojana Online Apply કરવાનુંરહેશે.
- જો કન્યાના પુન:લગ્ન થાય તો તે લાભ લઇ શકશે નહિ.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જીલ્લામાંથી કુંવરબાઈનું મામેરું યોજનાની સહાય મળવાપાત્ર થશે.
- સમૂહલગ્નમાં ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઈનું મામેરું યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર છે.
કુંવરબાઈનું મામેરું યોજના 2022 રજુ કરવાના ડોક્યુમેન્ટનું લીસ્ટ
- લાભાર્થી કન્યાનું આધાર કાર્ડ
- કન્યાના વાલી / પિતાનું આધારકાર્ડ
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો હોય તો)
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઈસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ / પૈકી કોઈ પણ એક)
- કન્યાના પિતા / વાલીની વાર્ષિક આવકનો દાખલો
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર – મેરેજ સર્ટીફીકેટ
- લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ (લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
- બેંક પાસબૂકની પ્રથમ પાનની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછલ પિતા / વાલીનું નામ હોય તે)
- સ્વ-ઘોષણા (Self-Declaration)
- જો પિતા હયાત ન હોય તો તેમના મરણનો દાખલો
- અન્ય ડોક્યુમેન્ટ
કુંવરબાઈનું મામેરું યોજના 2022 માટે અરજી કેવી રીતે કરશો?
પહેલા Kuvarbai Nu Mameru Yojana Form Pdf નો લાભ લેવા માટે સરકારી કચેરીએ જવું પડતું હતું હાલના સમયે કુંવરબાઈનું મામેરું યોજના 2022 sarkari yojanaનો લાભ ગુજરાતના અતિ પછાત વિસ્તાર અને છેવાડા ગામડાના લોકો સુધી પહોચે એ માટે સરકારશ્રી દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના Online કરી દેવામાં આવી છે જેનો લાભ E-Samaj Kalyan Portal / e samaj kalyan મારફતે લઇ શકાશે.
કુંવરબાઈનું મામેરું યોજના 2022નો લાભ લેવા માટે લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે.
1) સૌપ્રથમ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જાઓ -> https://esamajkalyan.gujarat.gov.in/
eSamajKalyan Check Application Status
ઇ સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. કુંવરબાઈનું મામેરું યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો તે અરજીની શું સ્થિતિ છે. આ Application Status ઓનલાઈન દ્વારા જાણી શકાય છે.
સત્તાવાર વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ જાહેરાત વાંચવા અહિયાં ક્લિક કરો નવા યુઝર રજીસ્ટ્રેશન અહિયાં ક્લિક કરો રજીસ્ટ્રેશન કરેલ યુઝર અરજી અહિયાં ક્લિક કરો એપ્લીકેશન સ્ટેટ્સ અહિયાં ક્લિક કરો
કુંવરબાઈનું મામેરું યોજના 2022 FAQs
કુંવરબાઈનું મામેરું યોજના 2022 નો લાભ કોણ લઈ શકે?
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ અને અનુસૂચિત જાતિઓની ગરીબ પરિવારની દિકરીઓ.
કુંવરબાઈનું મામેરું યોજના કેટલી સહાય મળે છે?
- કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ 12000ની સહાય મળે છે.
કુંવરબાઈનું મામેરું યોજના 2022 sarkari yojanaની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?
- કુંવરબાઈનું મામેરું યોજના 2022 sarkari yojanaની ઓફિશિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ છે.
કુંવરબાઈનું મામેરું યોજના 2022 નો લાભ લેવા માટે કેટલી આવક મર્યાદા જોઈએ?
- આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000/- અને શહેરી વિસ્તારમાં 1,50,000/- છે.
કુંવરબાઈનું મામેરું યોજના 2022 બીજા ક્યાં નામથી ઓળખાય છે?
- કુંવરબાઈનું મામેરું યોજના 2022 બીજા મંગળસૂત્ર યોજના નામથી ઓળખાય છે.
Post a Comment