સોલાર ફેન્સીંગ યોજના 2022 : ખેતરની ફરતે સોલાર ફેન્સીંગ માટે સોલાર પાવર યુનિટ/કીટ યોજના
સોલાર ફેન્સીંગ યોજના 2022 : i-Khedut પોર્ટલ પર સોલાર ફેન્સીંગ યોજના 2022 માટે ઓનલાઈન અરજી કરવા માટે પોર્ટલ ખૂલું મુકવામાં આવ્યું છે, આ સહાય મુજબ ખેડૂતને કુલ ખર્ચના 50 ટકા અથવા રૂ. 15,૦૦૦ બે માંથી જે ઓછું હોય તે મુજબ ખાતા દીઠ સહાય અપાશે. જે માટે આઈ-ખેડૂત પોર્ટલ ઉપર તા.10 સપ્ટેમ્બર 2022થી એક માસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
સોલાર ફેન્સીંગ યોજના 2022
ધરતીપુત્રોની કર્મભૂમિ ગણાતા ખેતરની રક્ષા કરવા રાજ્ય સરકાર દ્વારા સોલાર ફેન્સીંગ યોજના થકી ખેડૂતોને સહાય અપાઈ રહી છે જેથી ખેડૂતવર્ગ પાકોના રક્ષણ સાથે ખર્ચમાં ઘટાડો કરી શકે છે. લાભ લેવા માટે ૧૦-૦૯-૨૦૨૨ થી ૦૯-૧૦-૨૦૨૨ સુધી i-khedut પોર્ટલ પર અરજી કરી શકાશે.
પોસ્ટ ટાઈટલ | સોલાર ફેન્સીંગ યોજના 2022 |
પોસ્ટ નામ | સોલાર ફેન્સીંગ યોજના 2022 |
વિભાગ | કૃષિ વિભાગ, ગુજરાત રાજ્ય |
લાભ કોને મળશે? | ગુજરાતના ખેડૂતો |
રાજ્ય | ગુજરાત |
પરિપત્ર પ્રકાશિત તારીખ | ૧૦/૦૯/૨૦૨૨ |
છેલ્લી તારીખ | ૦૯/૧૦/૨૦૨૨ |
સત્તાવાર વેબ સાઈટ | ikhedut.gujarat.gov.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
સોલાર ફેન્સીંગ યોજના 2022 નો લાભ કોણ લઇ શકશે?
- કાટાંળી તારની વાડ બનાવવા માટે જે ખેડુતો લાભ લીધેલ હોય તે ખેડુતોને આ સોલાર પાવર યુનિટ/કીટ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહિ.
સોલાર ફેન્સીંગ યોજના 2022 માં શું લાભ મળવા પાત્ર છે?
- સોલાર પાવર યુનિટ/કીટ ખરીદી માટે ખાતેદાર ખેડૂતને કુલ ખર્ચના ૫૦ % અથવા રુ. ૧૫,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
સોલાર ફેન્સીંગની ખરીદી કઈ રીતે કરવાની રહેશે?
- ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાથી નિયત થયેલ ગુણવત્તા વાળી કિટની ખરીદી કરી શકશે.
સોલાર ફેન્સીંગ યોજના 2022 માં કેટલી વાર લાભ મળવા પાત્ર છે?
- લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે.
- સદર કીટ માટે ૧૦ (દશ) વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે.
સોલાર ફેન્સીંગ યોજના ૨૦૨૨ માટે અરજી કઈ રીતે કરવાની રહેશે?
- ખેડૂતોએ સૌપ્રથમ આઈ-ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે.
- ત્યારબાદ ખેતીવાડી ની યોજના ટેબ સિલેક્ટ કરવાનું રહેશે.
- તે ટેબ સિલેક્ટ કર્યાબાદ લીસ્ટ માં સોલાર ફેન્સીંગ યોજના ૨૦૨૨ આપને પેજ પર દેખાશે.
- સોલાર ફેન્સીંગ યોજના ની બાજુમાં અરજી કરો નામનું ઓપ્શન શો થશે.
- અરજી કરો ઓપ્શન પર ક્લિક કરતા ફોર્મ ઓપન થશે, તેમાં માંગ્ય મુજબ માહિતી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
ઓનલાઈન અરજી | અરજી અહીંથી કરો |
સોલાર ફેન્સીંગ યોજના ૨૦૨૨ અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
સોલાર ફેન્સીંગ યોજના ૨૦૨૨ અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે?
અરજી કરવાની છેલ્લી તારીખ ૦૯.૧૦.૨૦૨૨ છે.
Post a Comment