-->

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 – ધોરણ 12 પાસ માટે ભરતી,પગાર 25,500 થી શરૂ

 CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022:કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF) દ્વારા હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ની 540 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 ના ઓનલાઈન ફોર્મ તારીખ 26 સપ્ટેમ્બર 2022 થી શરૂ થશે.


CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

CISF દ્વારા હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) અને ASI (સ્ટેનોગ્રાફર) ની 540 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.મહિલા અને પુરૂષ ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે.આ ભરતી ના ઓનલાઈન ફોર્મ 26 સપ્ટેમ્બર થી 25 ઓક્ટોબર 2022 સુધી CISF ની ઓફિશિયલ વેબસાઈટ પરથી ભરી શકાશે.CISF માં ઓફિસ વર્ક કરવા માંગતા માટે ઉમેદવાર માટે આ નોકરીની સુવર્ણ તક છે.

સંસ્થાનું નામCISF
પોસ્ટનું નામહેડ કોન્સ્ટેબલ, ASI
કુલ જગ્યાઓ540
અરજીનો પ્રકારઓનલાઈન
જોબ લોકેશનઓલ ઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ25 ઓક્ટોબર 2022
ઓફિશિયલ વેબસાઈટwww.cisfrectt.in

CISF ભરતી 2022

પોસ્ટનું નામજગ્યાઓ
હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ)418
ASI (સ્ટેનોગ્રાફર)122

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી શૈક્ષણિક લાયકાત

CISF હેડ કોન્સ્ટેબલ ની ભરતી માં ફોર્મ ભરવા માટે ઉમેદવારે ધોરણ 12 પાસ માન્ય બોર્ડમાંથી કરેલું હોવું જોઈએ.

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી વય મર્યાદા

ઉમેદવાર ની ઉંમર 18 થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 ઓનલાઈન ફોર્મ

રસ અને રુચિ ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.cisfrectt.in પરથી ઓનલાઈન ફોર્મ તારીખ 26 સપ્ટેમ્બર 2022 થી 25 ઓક્ટોબર 2022 સુધી ભરી શકશે.

CISF ભરતી 2022 અરજી ફી

SC/ST/Ex Serviceman/Femaleકોઈ ફી નહિ
GEN/OBC/EWSરૂ.100/-

CISF ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવાર નું સિલેક્શન શારીરિક કસોટી,હાઈટ બાર ટેસ્ટ,લેખિત પરીક્ષા,મેડિકલ ટેસ્ટ,ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે.

CISF હેડ કોન્સ્ટેબલ પગાર ધોરણ

CISF દ્વારા સિલેક્ટ થયેલા ઉમેદવાર ને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રીયલ) ને રૂ.25,500 થી 81,100/- અને ASI (સ્ટેનોગ્રાફર) ને રૂ.29200 થી 92,300/- નું પગાર ધોરણ આપવામાં આવશે.

ઓફિશિયલ નોટિફિકેશનઅહીંયા ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ26 સપ્ટેમ્બર થી શરૂ થસે

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી FAQ

CISF નું પૂરું નામ શું છે?

CISF નું પૂરું નામ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ છે.

CISF દ્વારા હેડ કોન્સ્ટેબલ ની કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

CISF દ્વારા હેડ કોન્સ્ટેબલ ની 418 અને ASI ની 122 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

CISF હેડ કોન્સ્ટેબલ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

CISF હેડ કોન્સ્ટેબલ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ www.cisfrectt.in છે.