ગુજરાત પોસ્ટ ભરતી 2022 – ધોરણ 10 પાસ, પોસ્ટમેન, MTS અને પોસ્ટલ આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી
ગુજરાત પોસ્ટ ભરતી 2022: ઇન્ડિયા પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત સર્કલની પોસ્ટલ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મેઈલ ગાર્ડ અને MTS ની કુલ 188 જગ્યાઓની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત પોસ્ટ વિભાગ દ્વારા આ ભરતી સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત દ્વારા કરવામાં આવશે. ધોરણ 10 પાસ અને સ્પોર્ટ્સ નું માન્ય સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ ભરતીની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, કુલ જગ્યાઓ, વય મર્યાદા, ફોર્મ ભરવાની રીત અને બીજી તમામ માહિતી માટે આ પોસ્ટ સંપૂર્ણ વાંચો.
વિભાગનું નામ
ગુજરાત પોસ્ટ વિભાગ
પોસ્ટનું નામ
પોસ્ટલ આસિસ્ટન્ટ, MTS, પોસ્ટમેન
કુલ જગ્યાઓ
188
જોબ લોકેશન
ગુજરાત
અરજી પક્રિયા
ઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ
22 નવેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટ
dopsportsrecruitment.in
ગુજરાત પોસ્ટમેન ભરતી 2022
ગુજરાત પોસ્ટ દ્વારા સપોર્ટ ક્વોટા ની 188 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નીચે ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.
પોસ્ટનું નામ
કુલ જગ્યાઓ
પોસ્ટલ આસિસ્ટન્ટ
71
પોસ્ટમેન/મેલગાર્ડ
56
MTS
61
ગુજરાત પોસ્ટ ભરતી શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ
લાયકાત
પોસ્ટલ આસિસ્ટન્ટ
ધોરણ 12 પાસ
પોસ્ટમેન/મેલગાર્ડ
ધોરણ 12 પાસ
MTS
ધોરણ 10 પાસ
સ્પોર્ટ્સ લાયકાત: ઉમેદવાર પાસે માન્ય રાજ્ય કક્ષા/નેશનલ કક્ષા અને ઇન્ટનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ.
ઉંમર મર્યાદા
પોસ્ટનું નામ
વય મર્યાદા
પોસ્ટલ આસિસ્ટન્ટ
18 – 27 વર્ષ
પોસ્ટમેન/મેલગાર્ડ
18 – 27 વર્ષ
MTS
18 – 25 વર્ષ
ગુજરાત પોસ્ટ ભરતી અરજી પક્રિયા
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ https://dopsportsrecruitment.in પર જઈને તારીખ 23 ઓક્ટોબર 2022 થી 22 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
અરજી ફી
Gen/OBC/EWS
રૂ.100/-
Women/SC/ST/ESM
Nil
ગુજરાત પોસ્ટ ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવારની પસંદગી સ્પોર્ટ્સની લાયકાત અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
Post a Comment