CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 – 12 પાસ માટે ભરતી
CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022: ડાયરેકટોરેટ જનરલ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ (સ્પોર્ટ્સ ક્વોટા) ની 322 જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન રિલીઝ કરવામાં આવ્યું છે. પુરુષ અને મહિલા ઉમેદવાર આ ભરતી માટે ઓફલાઇન અરજી કરી શકશે. આ ભરતીમાં સિલેક્ટ થયેલા ઉમેદવારોને ભારતમાં ગમે ત્યાં ફરજ સોંપવામાં આવશે. CRPF હેડ કોન્સ્ટેબલ ની ભરતી માટે ધોરણ 12 પાસ ઉમેદવાર ઓફલાઇન અરજી કરી શકશે.
CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) દ્વારા હેડ કોન્સ્ટેબલ (સ્પોર્ટ્સ ક્વોટા) ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીની ઓફલાઇન અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના 30 દિવસ સુધીમાં ફક્ત સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર્ડ પોસ્ટ એડી. થી કરવાની રહેશે. આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવાર ને રૂ.25500 થી 81100/- સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે.
સંસ્થાનું નામ | સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ |
પોસ્ટનું નામ | હેડ કોન્સ્ટેબલ |
કુલ જગ્યાઓ | 322 |
અરજી પ્રકાર | ઓફલાઇન |
જોબ લોકેશન | ઓલ ઇન્ડિયા |
ફોર્મની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાના 30 દિવસમાં |
CRPF હેડ કોન્સ્ટેબલ વેકન્સી 2022
CRPF દ્વારા હેડ કોન્સ્ટેબલ – સ્પોર્ટ્સ ક્વોટાની 322 જગ્યાઓ માટે ઓફલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. નીચે આપેલ ટેબલમાં તમે જગ્યાઓની માહિતી જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પુરુષ | મહિલા |
હેડ કોન્સ્ટેબલ | 257 | 65 |
CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર ધોરણ 12 પાસની લાયકાત અથવા તેને સમકક્ષ લાયકાત માન્ય બોર્ડ/ઇન્સ્ટિટ્યૂટ માંથી પાસ કરેલું હોવું જોઈએ.
સ્પોર્ટ્સ લાયકાત: ઉમેદવારે નોટિફિકેશન માં દર્શાવેલ કોઈપણ વ્યક્તિગત ઇવેન્ટમાં ભાગ લીધેલ હોવો જોઈએ.
વય મર્યાદા
ઉમેદવારની ઉંમર 18 થી 23 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી અરજી પક્રિયા
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર નીચે આપેલ ઓફલાઇન ફોર્મ ડાઉનલોડ કરીને તેને સચોટ રીતે ભરીને જાહેરાત માં આપેલ ઝોન પ્રમાણે ના એરિયામાં ફક્ત સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર્ડ પોસ્ટ એડી. થી મોકલવાની રહેશે.
અરજી ફી
Gen/OBC/EWS | રૂ.100/- |
અન્ય તમામ કેટેગરી | કોઈ ફી નહિ |
CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી પસંદગી પક્રિયા
ઉમેદવારની પસંદગી શારીરિક કસોટી, સ્પોર્ટ્સ ટ્રાયલ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઈનલ મેરીટ લિસ્ટના આધારે કરવામાં આવશે.
CRPF હેડ કોન્સ્ટેબલ પગાર ધોરણ
આ ભરતીમાં પસંદ પામેલ ઉમેદવાર ને રૂ.25500 થી 81100/- રૂપિયાનું પગાર ધોરણ આપવામાં આવશે.
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ફોર્મ ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
CRPF હેડ કોન્સ્ટેબલ ભરતી FAQ
CRPF નું પૂરું નામ શું છે?
CRPF નું પૂરું નામ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ છે.
CRPF દ્વારા હેડ કોન્સ્ટેબલ ની કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?
CRPF દ્વારા હેડ કોન્સ્ટેબલ ની 322 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
Post a Comment