-->

NHM બનાસકાંઠા ભરતી 2022 – વિવિધ જગ્યાઓ,ઓનલાઈન ફોર્મ ભરો

 NHM બનાસકાંઠા ભરતી 2022: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર અને કોલ્ડ ચેઇન ટેક્નિશિયન ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. 11 માસના કરાર ના આધાર પર આ ભરતી કરવામાં આવશે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ જાહેરાત વાંચીને આ ભરતી માટે ઓનલાઈન અરજી કરી શકશે.


NHM બનાસકાંઠા ભરતી 2022

જિલ્લા હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ની કચેરી, બનાસકાંઠા દ્વારા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ખાલી પડેલ વિવિધ જગ્યાઓની ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પરથી તારીખ 05/11/2022 સુધી ઓનલાઈન ભરી શકાશે. બનાસકાંઠા માં નોકરી કરવા માંગતા અને લાયકાત ધરાવતા ઉમેદવાર માટે આ નોકરીનો સારો મોકો છે.

કચેરીનું નામજિલ્લા હેલ્થ કચેરી,બનાસકાંઠા
પોસ્ટનું નામતાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર અને કોલ્ડ ચેઇન ટેક્નિશિયન
કુલ જગ્યાઓ07
અરજી પ્રકારઓનલાઈન
જોબ લોકેશનબનાસકાંઠા
ફોર્મની છેલ્લી તારીખ05/11/2022
ઓફિશિયલ વેબસાઈટarogyasathi.gujarat.gov.in

બનાસકાંઠા NHM ભરતી 2022

NHM હેઠળ બનાસકાંઠા માં તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ, એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર અને કોલ્ડ ચેઇન ટેક્નિશિયન ની જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. નીચે ટેબલમાં તમે પોસ્ટ પ્રમાણે જગ્યાઓ જોઈ શકો છો.

પોસ્ટનું નામજગ્યાઓ
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ01
એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર05
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન01

NHM બનાસકાંઠા ભરતી શૈક્ષણિક લાયકાત

તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ

  • કોઈપણ પ્રવાહમાં સ્નાતક.
  • ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન નો કોર્ષ (એક વર્ષથી ઓછો નહીં)
  • 2 થી 3 વર્ષનો કોમ્પ્યુટર કામગીરી નો અનુભવ
  • ઈન્ટરનેટનો જાણકાર અને ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ તેમજ ડેટા એન્ટ્રીમાં સારી સ્પીડ.

એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર

  • વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક
  • ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન નો કોર્ષ (એક વર્ષથી ઓછો નહિ)
  • 1 વર્ષનો કોમ્પ્યુટર તથા એકાઉન્ટ નો અનુભવ
  • ઈન્ટરનેટનો જાણકાર અને ગુજરાતી અંગ્રેજી ટાઈપિંગ તેમજ ડેટા એન્ટ્રીમાં સારી સ્પીડ.
  • ટેલિ. નો જાણકાર

કોલ્ડ ચેઇન ટેક્નિશિયન

  • ધોરણ 12 પાસ.
  • ITI માંથી રિફ્રેજેટર અને એર કંડીશનર નો કોર્ષ કરેલો હોવો જોઈએ.
  • રિફ્રેજેટર અને એર કંડીશનરનો બે વર્ષનો અનુભવ.
  • કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

ઉંમર મર્યાદા

પોસ્ટનું નામઉંમર
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટ40 વર્ષ સુધી
એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર40 વર્ષ સુધી
કોલ્ડ ચેઇન ટેક્નિશિયન40 વર્ષ સુધી

NHM બનાસકાંઠા ભરતી ઓનલાઈન ફોર્મ

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.arogyasaathi.gujarat.gov.in પર જઈને જાહેરાત પ્રસિદ્ધ થયા પછી તારીખ 05/11/2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

નેશનલ હેલ્થ મિશન બનાસકાંઠા ભરતી પસંદગી પક્રિયા

ઉમેદવારની પસંદગી લાયકાત, અનુભવ અને પર્સનલ ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.

NHM બનાસકાંઠા ભરતી પગારધોરણ

પોસ્ટનું નામપગાર ધોરણ
તાલુકા પ્રોગ્રામ આસિસ્ટન્ટરૂ.13000/-
એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટરરૂ.13000/-
કોલ્ડ ચેઇન ટેક્નિશિયનરૂ.10000/-
જાહેરાત વાંચવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો