-->

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023: સ્ટાફ નર્સ અને મેડિકલ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી

 જામનગર મહાનગરપાલિકા ભરતી 2023: જામનગર મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW ની કુલ 36 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર 15 માર્ચ 2023 સુધી ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.


જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

જામનગર મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફિસર (MBBS), સ્ટાફ નર્સ અને MPHW ની 11 માસના કરાર ના આધારે ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

સંસ્થા નું નામજામનગર મહાનગરપાલિકા
પોસ્ટનું નામમેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને MPHW
કુલ જગ્યાઓ36
અરજી પક્રિયાઓનલાઈન
નોકરીનું સ્થળજામનગર
ફોર્મની છેલ્લી તારીખ15/03/2023
ઓફિશિયલ વેબસાઈટMcjamnagar.com

જામનગર મહાનગર પાલિકા ભરતી 2023

પોસ્ટનું નામજગ્યાઓ
મેડિકલ ઓફિસર12
સ્ટાફ નર્સ12
MPHW12

શૈક્ષણિક લાયકાત:

મેડિકલ ઓફિસર: MBBS તથા મેડિકલ કાઉન્સિલ નું રજિસ્ટ્રેશન

સ્ટાફ નર્સ: Bsc નર્સિંગ અથવા ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી પાસ કરેલું હોવું જોઈએ તેમજ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ નું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવેલું હોવું જોઈએ.

MPHW: ધોરણ 12 અને MPHW નો બેઝિક કોર્ષ અથવા સેનેટરી ઇન્સપેક્ટર નો કોર્ષ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ.

ઉંમર મર્યાદા

ઉપર જણાવેલ તમામ પોસ્ટની ભરતી માટે મહત્તમ વય મર્યાદા 45 વર્ષની રહેશે.

જામનગર મહાનગરપાલિકા ભરતી અરજી પક્રિયા

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી તારીખ 15 માર્ચ 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન સિવાય અન્ય માધ્યમ દ્વારા કરેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પગાર ધોરણ

મેડિકલ ઓફિસરરૂ. 70000/- દર મહિને
સ્ટાફ નર્સરૂ. 13000/- દર મહિને
MPHWરૂ. 13000/- દર મહિને

પસંદગીના ધોરણો

મેડિકલ ઓફિસર:

  • MBBS માં ફાઇનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એકથી વધુ પ્રયત્ન છેલ્લા વર્ષમાં હોય તો દરેક પ્રયત્ન ના 3% માઇસન કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
  • વિદેશમાં સ્નાતક થયેલ ઉમેદવારની ટકાવારી MCI – FMG ટેસ્ટમાં મેળવેલ ગુણને ધ્યાનમાં લેવામાં આવશે.

સ્ટાફ નર્સ:

  • ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારી ના આધારે તેમજ ઍકથી વધુ પ્રયત્ન છેલ્લાં વર્ષમાં હોય તો 3% માઇનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.

MPHW:

  • ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારી ના આધારે તેમજ ઍકથી વધુ પ્રયત્ન છેલ્લાં વર્ષમાં હોય તો 3% માઇનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
ઓફિશિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરવાઅહીં ક્લિક કરો

જામનગર મહાનગરપાલિકા ભરતી FAQ

જામનગર મહાનગરપાલિકા દ્વારા કુલ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

  • જામનગર મહાનગરપાલિકા દ્વારા કુલ 36 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા કઈ કઈ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે?

  • જામનગર મહાનગરપાલિકા દ્વારા મેડિકલ ઓફીસર, સ્ટાફ નર્સ અને MPHW ની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.